જામનગર શહેરમાં મયુર મેડિકલની બાજુમાં જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કલકતા નાઈટ રાઈડસ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર જાહેરમાં હારજીતના સોદાઓ કરી જૂગાર રમાડતા રાહુલ મોહન ગજરા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દબોચી લઇ તેની પાસેથી રૂા.450 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.5,450 ના મુદ્દામાલ સાથે દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.