જામનગર તાલુકાના હાપા ગામના ખારી વિસ્તારમાં રહેતાં વોંકળાના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમતી હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન દારૂ બનાવવાના સાધનો સહિ રૂા.10600 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા આરોપીની શોધખોળ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ખારી વિસ્તારમાં રબારી પાળા પાછળ વોંકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.4800 ની કિંમતનો 2400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, ચાર ગેસના બાટલા, પાંચ નંગ ગેસના ચુલા, પાંચ તપેલા, ચાર સ્ટીલની કોઠી, પ્લાસ્ટિકના બેરલ નંગ ત્રણ મળી કુલ રૂા.10600 નો મુદ્દામાલ મળી આવતા કબ્જે કરી હાજર નહીં મળેલા આરોપી પુંજા જેસુર સોરીયાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.