જામનગરમાં આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા મિલટેસ વર્ષ 2023 નિમિત્તે ઘટક કક્ષાની ‘શ્રી અન્ન’ મિલેટસ વાનગી સ્પર્ધા આંગણવાડીના બહેનો માટે યોજવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની આઇસીડીએસ શાખા દ્વારા ફાયર શાખાના હોલ ખાતે આંગણાવડીના બહેનો માટે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મિલેટસ આધારીત જુદી જુદી વાનગીઓ આંગણવાડીના બહેનો દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં કોદરીનો પુલાવ, સામાની ખીર, મકાઇનું શાક, બાજરો, જુગાર અને ટીએચઆરની રોટલી તેમજ લોલીપોપ તેમજ થેપલા, લાડવા, મીઠાઇ જેવી જુદી જુદી વાનગીઓ બનાવાઇ હતી.
આ તકે ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, કોર્પોરેટર સરોજબેન વિરાણી, નિલેશભાઇ કગથરા સહીતના હોદ્ેદારો તેમજ આઇસીડીએસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ડો. હરેશ ગોરી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને કુલ 309 આંગણવાડીમાંથી 36 વાનગીને સિલેકટ કરવામાં આવી હતી. જેને રિજિનલ કક્ષાએ મોકલવાનું પ્રોગ્રામ ઇન્ચાર્જ ઓફિસર ડો. હરેશ ગોરીની યાદીમાં જણાવાયું હતું.