Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગોકુલનગરમાં જૂના મકાન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે અથડામણ

જામનગરના ગોકુલનગરમાં જૂના મકાન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે અથડામણ

લોખંડના પાઈપ, કપડા ધોવાના ધોકા વડે આડેધડ માર માર્યો : ઢીકાપાટુનો માર મારી ધમકી : મહિલાઓ પણ મેદાનમાં : બંને પક્ષના અડધો ડઝન જેટલા વ્યક્તિઓ ઘવાયા : પોલીસ દ્વારા બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં એક જ પરિવારના બે જુથ વચ્ચે જૂનુ મકાન પરત વેંચી દેવાના મામલે બંને પરિવારોએ સામસામા હુમલા કરી લોખંડના પાઈપ વડે અને કપડા ધોવાના ધોકા વડે માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ઉદ્યોગનગર પાણાખાણા શેરી નં.5 માં રહતાં ડોલરભાઈ મંગાભાઈ લીંબડ અને તેના ભાઈ જગદીશભાઈ મંગાભાઈ લીંબડ વચ્ચે ઘણાં સમયથી મકાન બાબતે ઝઘડો ચાલતો હતો. જે મકાન વિજયસિંહ કુવરસિંહ ચુડાસમાને વેંચી દીધું હતું.ત્યારબાદ વિજયસિંહે આ મકાન ફરીથી ડોલરભાઈને વેંચી દીધું હતું. જે બાબતનો ખાર રાખી જગદીશ મંગા લીંબડ, તરૂણ જગદીશ લીંબડ, જોશનાબેન જગદીશ લીંબડ, શારદાબેન મંગા લીંબડ, વસંતબેન સુખદેવ તંબોલિયા અને કાજલબેન સુખદેવભાઈ તંબોલિયા સહિતના છ શખ્સોએ એકસંપ કરી ડોલરભાઈ ઉપર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. તેમજ ડોલરભાઈના સાસુ જોશનાબેન ઉપર પણ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. તેમજ ડોલરભાઈની પત્નીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

સામા પક્ષે મકાન બાબતે ડોલર મંગાભાઇ લીંબડ, ક્રિષ્નાબેન ડોલર લીંબડ, જોષનાબેન ખોડુભા રાંદલપરા, યોગેશ ખોડુભા રાંદલપરા નામના ચાર શખ્સોએ એકસંપ કરી જોષનાબેન અને તેણીના પતિ જગદીશભાઈ ઉપર લોખંડના પાઈપ વડે અને કપડા ધોવાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં મહિલાના સાસુ અને પતિ બચાવવા વચ્ચે પડતા તેના ઉપર પાઈપ વડે માર માર્યો હતો.તેમજ મહિલાના પતિ અને નણંદને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બંને ભાઈઓના પરિવાર દ્વારા કરાયેલા સામસામા હુમલામાં અડધો ડઝન જેટલા પરિવારજનો ઘવાયા હતાં. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે ડોલર મંગા લીંબડની ચાર મહિલા સહિત છ શખ્સો વિરૂધ્ધ તથા સામા પક્ષે જોષનાબેન જગદીશ લીંબડની ચાર શખ્સો સામે સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular