Friday, December 5, 2025
Homeખબર સ્પેશીયલજામનગરના "જે કે પાર્ટી પ્લોટ" માં રાસ રસિયા દ્વારા આયોજિત અર્વાચીન ગરબા...

જામનગરના “જે કે પાર્ટી પ્લોટ” માં રાસ રસિયા દ્વારા આયોજિત અર્વાચીન ગરબા ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર – VIDEO

જામનગર શહેરના પ્રસિદ્ધ જે કે પાર્ટી પ્લોટ ખાતે આ વર્ષે અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વિશાળ કાર્યક્રમનું આયોજન જાણીતી સંસ્થા “રાસ રસિયા” દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રાસ રસિયા દ્વારા આયોજિત આ અર્વાચીન ગરબા રાસમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા. આધુનિક સંગીત, આકર્ષક લાઇટિંગ અને રંગીન સજાવટ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની લયમાં ઝૂમીને નવરાત્રીની મોજ માણી.

- Advertisement -

ખેલૈયાઓએ જણાવ્યું કે, “રાસ રસિયા દ્વારા આયોજિત આ ગરબામાં પરંપરા અને આધુનિકતાનું અનોખું સંગમ જોવા મળે છે. અહીંની વ્યવસ્થા, સંગીત અને માહોલ અદભૂત છે. આ ગરબો અમારી માટે યાદગાર બની ગયો છે.” પરંપરા અને અર્વાચીનનું સંગમ જોવા મળે છે. પરંપરાગત ગરબા સાથે અર્વાચીન તાલ અને સંગીતનું સુમેળ. રાસ રસિયાનો વિશેષ આયોજન કરવામા આવેલ. ખેલૈયાઓ માટે સુવ્યવસ્થિત મેદાન, સેલ્ફી ઝોન અને લોકશૈલી ફૂડ સ્ટોલ. ઉત્સાહથી ભરપૂર ખેલૈયાઓ ગરબાની મોજ માણી. યુવાનો અને મહિલાઓએ રંગીન વેશભૂષામાં ગરબાની મોજ માણી. આયોજક સંસ્થા રાસ રસિયાએ જણાવ્યું કે તેમનો હેતુ નવરાત્રીના પરંપરાગત તહેવારને નવા યુગમાં વધુ ભવ્ય બનાવવા અને ખેલૈયાઓને યાદગાર અનુભવ આપવાનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular