જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ગત રાત્રિના સમયે પૂરઝડપે આવી રહેલી હોન્ડા કારના ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પુલ નીચે ખાબકી હતી. અકસ્માતના બનાવની જાણ થતા સ્થાનિક લોકો એ તાત્કાલિક દોડીને કારમાં બેસેલા વ્યક્તિને બહાર કાઢયો હતો. જો કે, સદનસીબે ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી. ગુલાબનગર પોલીસ ચોકી નજીક બનેલા બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ મોકલી કારને બહાર કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.