Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાના કચરા ઉપાડવાના વાહને હડફેટે લેતા વાછરડાનું મોત

મહાનગરપાલિકાના કચરા ઉપાડવાના વાહને હડફેટે લેતા વાછરડાનું મોત

અગાઉ પણ આવા અકસ્માતો બન્યા : ચાલક પાસે લાયસન્સ પણ ન હતું! : હિન્દુ સેના દ્વારા ડ્રાઇવરોના લાયસન્સો તપાસવા પોલીસ વડા અને કમિશનરને રજૂઆત

- Advertisement -

જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાંથી મહાનગરપાલિકાના કચરા ઉપાડવાના વાહને વાછરડાને હડફેટે લેતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ થતા હિન્દુ સેના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ વાહનના ચાલકની ઉંમર પણ નાની હતી અને તેની પાસે લાયસન્સ પણ ન હતું. આ અંગેની જાણના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટમાંથી આજે સવારે મહાનગરપાલિકાના કચરા ઉપાડવાના જીજે-10-ટીએકસ-3174 નંબરના વાહને એક વાછરડાને હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતા હિન્દુ સેના ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા આ વાહનના ચાલકની ઉંમર પણ નાની હતી અને તેની પાસે લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. અગાઉ પણ આવા બનાવો બન્યા છે પરંતુ, ત્યારબાદ કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. કોન્ટ્રાટકર તેમજ કચરા ઉપાડવાવાળી કંપની પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને આ કચરા ઉપાડવાના વાહનોના તમામ ડ્રાઈવરોના લાયસન્સ તથા દસ્તાવેજો તપાસ્યા બાદ નોકરી પર રાખવામાં આવે તેવી હિન્દુ સેના દ્વારા પોલીસ વડા અને મ્યુ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular