Sunday, January 11, 2026
Homeરાજ્યખંભાળિયાના સલાયા તથા વાડીનાર વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર ફર્યું બુલડોઝર

ખંભાળિયાના સલાયા તથા વાડીનાર વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થા પર ફર્યું બુલડોઝર

થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ રૂ. 7.32 લાખના મુદ્દામાલનો નાશ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાંથી પોલીસ તંત્ર દ્વારા વિદેશી દારૂ સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત જુદા જુદા ગુનાઓમાં દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો હતો. આ અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા જુદાજુદા ગુનાઓમાં સલાયામાંથી ઝડપાયેલા રૂપિયા 6,29,300 ની કિંમતની વિદેશી દારૂની 1506 બોટલ તથા વાડીનાર મરીન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી રૂપિયા 1,02,450 ની કિંમતની 272 બોટલ પરપ્રાંતિય શરાબના જથ્થા મળી કુલ રૂપિયા 7,31,750 ની 1778 બોટલનો કોર્ટની પરવાનગી બાદ સલાયા ખાતે સરકારી જગ્યા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ કાર્યવાહીમાં અહીંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નશાબંધી અધિકારી સાથે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ, સલાયાના પી.આઈ. અક્ષય પટેલ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular