જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલા ગાગવાધારમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારમાં રહેતાં ગઢવી શખ્સે હાથ પકડી નિર્લજ્જ હુમલો કરી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ગાગવાધાર વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા પુંજા ભીખા સાખરા નામના ગઢવી શખ્સને આકર્ષણ હોય અને તે દરમિયાન યુવતી કચરો નાખવા ગઈ હતી તે સમયે પુંજાએ યુવતીનો હાથ પકડી ખેંચી લઇ ગળામાં હાથ નાખી ઈજા પહોંચાડી બદઈરાદાથી નિર્લજજ હુમલો કર્યો હતો હુમલાના બનાવ બાદ યુવતીએ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે ગુનો નોંધી ગઢવી શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.