Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર બ્લડ બેંક અને જામનગર પત્રકાર મંડળ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

જામનગર બ્લડ બેંક અને જામનગર પત્રકાર મંડળ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

- Advertisement -

જામનગરના આંગણે તા. 22ના સોમવારે ધર્મકાર્ય સાથે માનવ સેવાના સતકાર્ય રૂપે રકતદાન યજ્ઞ આયોજીત કરવામાં આવ્યો હતો. જામનગર પત્રકાર મંડળ અને જામનગર વોલન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે ‘છોટીકાશીના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પાસે તા. 22-1-24ના સોમવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમીયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યાધામના ઐતિહાસિક ધર્મોત્સવના શુભ અવસરે આયોજીત આ રક્તદાન કેમ્પમાં જામનગરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 300 થી વધુ બોટલ રક્તદાન કર્યું હતું. જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઈ કારસરીયા, સહમંત્રી સુચિતભાઈ બારડ, ખજાનચી દીપક ભાઈ લાંબા અને જામનગર વોલન્ટરી બ્લડ બેંકના એમ.ડી. અનિરૂદ્ધસિંહ જાડેજા આ તકે ઉપસ્થિત રહી રક્તદાતા ઓ ને બિરદાવ્યા હતા. રક્તદાન કરનાર નાગરિકો ને પ્રમાણપત્ર તેમજ આકર્ષક ભેટ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular