Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના દરિયાકાંઠે અલભ્ય પક્ષી રેડ નોટ Red Kont (લાલગાંઠ )

જામનગરના દરિયાકાંઠે અલભ્ય પક્ષી રેડ નોટ Red Kont (લાલગાંઠ )

- Advertisement -

સોરાષ્ટ્ર 1600 કી.મી.નો દરિયાકાંઠો ધરાવતો પ્રદેશ છે અને આ દરિયાકાંઠાના વિસ્તારોમાં જામનગર જિલ્લાનો દરિયાકાંઠો એક અલગ પ્રકારની ખૂબી ધરાવે છે.. રેતાળ,મડ,લીલ,ખડક અને કોરલ્સ જેવી અનેક પ્રાકૃતિક સંપદા ધરાવતા જામનગર જિલ્લાના દરિયાકાંઠામાં સચાણા અને નરારાનો દરિયાકાંઠો દરિયા કિનારાના પક્ષીઓ માટેનું સ્વર્ગ મનાય છે. જેના પરિણામે રશિયા અને યુરોપીય ખંડોમાંથી અનેક પ્રકારના પક્ષીઓ અંહી શિયાળો ગાળવા આવે છે. જેમાં દેશ અને દુનિયામાં રેર (અલભ્ય) મનાતા અનેક પક્ષીઓ પણ જામનગરના આંગણે આવતા રહ્યા છે અને આવી રહ્યા છેે. તાજેતરમાં જામનગરના મહેમાન બનેલ મ્યુટ સ્વાન પછી ફરી એક અલભ્ય પક્ષી રેડનોટ સચાણા મરીન નેશનલ પાર્કના વિસ્તારમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આ પક્ષી કેનેડા, યુરોપ અને રશિયાના ઉતરભાગમાં રહેતું પક્ષી છે. જે આશરે 14 હજાર કિલોમીટરનો પ્રવાસ કરી અંહી આવે છે અને તેની સંખ્યા પણ સમગ્ર ગુજરાત કે ભારતમાં આંગણીના વેઢે ગણી શકાય તેટલી રહી છે. રશિયા કે યુરોપખંડથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો પ્રજનનો સમય આવી રહ્યો હોય તેનો માદરે વતન એટલે કે રશિયાખંડ પરત કરવાનો સમય છે અને આ પક્ષીઓ તેના પ્રજનન દરમ્યાન તેની બ્રિડીંગ પ્લુમેજ ખૂબ જ નયનરમ્ય ભાસી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular