જામનગર શહેરના વિરલબાગ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે બાઈકચોરને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વિરલબાગ વિસ્તારમાંથી બાઈક ચોર પસાર થવાની સંજય પરમાર, વનરાજ ખવડ તથા પ્રદિપસિંહ રાણાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુખી સૂચનાથી ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર એચ.પી.ઝાલા, પીએસઆઈ ડી.એસ.વાઢેર, એએસઆઈ હિતેશભાઈ ચાવડા, હેકો પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, પ્રદિપસિંહ રાણા, વનરાજભાઈ ખવડ, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબના બાઇકસવારને આંતરીને પૂછપરછ કરતાં નંબર પ્લેટ વગરના બાઈકચાલક સાહીલ મહમદ કાસમ ગુલાબહુશેન બુખારીની પૂછપરછ કરતાં તેણે આ બાઇક 22 દિવસ પહેલાં ગુલાબનગર પાસે રવિ પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ચોરી કર્યાની કેફીયત આપી હતી.
પોલીસે શખ્સની વધુ પૂછપરછ હાથ ધરતા આ બાઈકમાં નંબરપ્લેટ ન હોવાથી ચેસિસ નંબર અને એન્જિન નંબરના આધારે બાઇક જીજે-10-સીપી-1666 નંબરની હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.