Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક રેલી યોજાઇ

જામનગરમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક રેલી યોજાઇ

છત્રપતિ શિવાજી મહારાજના 350માં રાજ્યાભિષેક દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજ સમિતિ તથા હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી યોજવામાં આવી હતી.

- Advertisement -

આ શોભાયાત્રાનું પ્રસ્થાન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારીસ્વામી, ચત્રર્ભુજદાસજી મહારાજના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા શરુ કરાઇ હતી. આ યાત્રા કાલાવડ નાકા બહાર, બાલનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી મહાકાલ ચોક, શ્રી રામ ચોક, રાજપાર્ક, ગુલાબનગર, રામવાડી, મોહનનગર, ઓમ એસિડેન્સી આવાસએ પૂર્ણ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બેડી ગેઇટ સ્વામિનારાયણ મંદિરના સ્વામિ ચત્રર્ભુજદાસજી મહારાજ, જયભાઇ નડીયાપરા, યશભાઇ ગોહિલ, પાઠકભાસ સહિતના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો તેમજ રાષ્ટ્રપ્રેમી જનતા જોડાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular