દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં મોટા ઉછાળા બાદ ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 3.26 લાખ કેસ નોંધાયા છે. જયારે 3,53,299 સ્વસ્થ થયા છે. તો 3,890 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. દેશના સૌથી વધુ સંક્મિત રાજ્યોમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
જો કે, છેલ્લા સાત દિવસનો ડેટા બતાવે છે કે દૈનિક કેસો ઘટી રહ્યા છે. ગત શનિવારે 3.91 લાખ કેસ નોંધાયા હતા. તો ગુરુવારે 3.43 લાખ કેસ નોંધાયા હતા. ત્યારે આજે રોજ 326098 કેસ નોંધાયા છે. પરંતુ તેની સામે મૃત્યુ દર યથાવત છે. છેલ્લા 1 અઠવાડિયામાં કેસ ભલે ઘટ્યા હોય પરંતુ સરેરાશ મૃત્યુદર 4000 છે. જે ચિંતાજનક છે.
ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ગઈકાલે સાંજે કોરોનાના 9,995 કેસ નોંધાયા હતા. 6,09,031 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી રાજ્યમાં સાજા થવાનો દર 82.82 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં હાલ કુલ 1,17,373 કુલ સારવાર હેઠળ છે. વેન્ટિલેટર પર 786 દર્દી વેન્ટિલેટર પર છે. 1,16,587 દર્દીઓ સ્ટેબલ છે. 6,09,031 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 8944 દર્દીઓનાં અત્યાર સુધી કોરોનામાં કુલ મોત નિપજ્યાં છે. જ્યારે કોરોનાને કારણે 104 લોકોનાં મોત નિપજ્યાં છે.