રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. રાજકોટ નજીક હીરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. આ એરપોર્ટ માટે સિકયુરિટીના ભાગરૂપે બંધ કરાયેલી નદી સામે હવે ગામમાં નવું તળાવ બનાવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ અને પીવાના પાણી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ગુજરાતભરમાં દરેક જિલ્લામાં તળાવો નિર્માણ કરવાનો પ્રોજેકટ અમલી કરાયો છે અને તેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં કુલ 91 તળાવ નિર્માણ પામશે.
હીરાસર એરપોર્ટ માટે સિકયોરિટીના ભાગરૂપે બંધ કરાયેલી નદી સામે હવે નવુ તળાવ બનાવવામાં તેવું જિલ્લા કલેકટરે અરૂણ બાબુએ જણાવ્યુંહ તું કે, રાજકોટ જિલ્લામાં નવા 75 સહિત કુલ 91 તળાવ બનાવવાનું આયોજન છે અને આ પ્રોજેકટ ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આગામી બે માસમાં આ પ્રોજેકટ પર કામ કરી લક્ષ્યાંક પૂરો કરાશે. આ પ્રોજેકટ માટે રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગકારોની મદદ લેવાઈ છે. આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ તળાવ બનાવશે. નગરપાલિકા 6 તળાવ બનાવશે.
સિંચાઈ વિભાગ 30 તળાવ બનાવશે. એરપોર્ટ અને એઈમ્સ બે એરપોર્ટ બનાવશે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી 5, ઉદ્યોગકારો 12 તળાવ, આરે એન્ડ બી તથા અન્ય વિભાગ 17 તળાવ બનાવશે આમ રાજકોટ જિલ્લામાં કુલ 91 તળાવ બનાવાની કામગીરી થશે.