જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા લહેર તળાવમાંથી સોમવારે બપોરના સમયે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા લહેર તળાવમાંથી સોમવારે બપોરના સમયે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા ફાયર ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તળાવમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતાં મૃતદેહ જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં રહેતાં સોનલબા તખતસિંહ જાડેજા (ઉ.વ.37) નામના મહિલાનો હોવાની ઓળખ થઈ હતી અને મૃતકના પતિ તખતસિંહ જાડેજાએ તેની પત્નીના મૃતદેહની ઓળખ કરી હતી. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મહિલાને અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ હોય અને મોબાઇલ પર વાતચીત કરતી હોવાની પતિને જાણ થઈ જતાં પતિએ ઠપકો આપતા લહેર તળાવમાં પડી આપઘાત કર્યાનું પતિએ પોલીસમાં જાહેર કર્યુ હતું.