Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરભાજપના સુત્રને સાર્થક કરતા જામનગર (દક્ષિણ) 79 ના ધારાસભ્ય

ભાજપના સુત્રને સાર્થક કરતા જામનગર (દક્ષિણ) 79 ના ધારાસભ્ય

પોતાના જન્મ દિવસે આંગણવાડીના 251 બાળકો દત્તક લઇ આખું વર્ષ તેના પોષણની ચિંતા કરતા દિવ્યેશભાઇ

- Advertisement -

‘હાંક્લ કરો ત્યાં હાજર’ ના જીંગલથી લોકોના મન હૃદયમાં મજબુત સ્થાન ઉભું કરી જંગી લીડથી ચૂંટણી જીત્યાના પ્રથમ મહિને જ પોતાના જન્મ દિને 251 કુપોષીત બાળકો દત્તક લઇ તેમની ચિંતા આખું વર્ષ કરવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

તેના જ ભાગ રૂપે કાર્ય – વચન પૂર્ણ કરતા ભાજપના કીધું તે કર્યું ના સૂત્રને સાર્થક કરી 1 મહિનો પૂરો થતાં તમામ કુપોષીત બાળકોને તેમના વિસ્તારમાં જઇ રૂબરૂ સંપર્ક કરી આંગણવાડી વોર્ડ સહ 251 પોષણયુક્ત ખોરાકનું વિતરણ કર્યું હતું. ખૂબ જ નાના ભૂલકાઓની ચિંતા કરનાર દિવ્યેશભાઇના કાર્યની દિવ્યતાનો અહેસાસ ઉપસ્થિત સર્વ વિસ્તારના કોર્પોરેટર્સ – આંગણવાડી કર્મચારીઓ – સુજ્ઞ વાલીઓ – નાગરિકોએ નિહાળી હતી.

251 કુપોષિત બાળકોને પોષિત આહાર આપી હેલ્ધી પોષિત બનાવવાનાં આ અભિયાનમાં વોર્ડ નંબર : 7, 8, 9, 10, 12, 13, 14, 15 અને 16ની આંગણવાડીઓમાં વોર્ડના પ્રમુખ મહામંત્રી, કોર્પોરેટર્સ તેમજ અગ્રણીઓ – કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી પોષણ આહારકીટનું વિતરણ કરવામાં આવેલ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular