ધ્રોલ તાલુકામાં પોલીસ દ્વારા રેઈડ દરમિયાન એક શખ્સ પાસેથી ત્રણ નંગ દારૂની બોટલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ જૂના રેલવે સ્ટેશન તરફ જવાના રોડ પર થી આકાશ ઉર્ફે ભુરો રામજી વાણિયા નામના શખ્સ પાસેથી પોલીસે રેઇડ દરમિયાન રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ તથા રૂા.200 ની કિંમતની બે નંગ દારૂની બોટલ સહિત કુલ રૂા.700 ની કિંમતની ત્રણ નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


