Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયજોશીમઠના આફતગ્રસ્ત વિસ્તારો ખાલી કરાવી દેવાશે

જોશીમઠના આફતગ્રસ્ત વિસ્તારો ખાલી કરાવી દેવાશે

પ્રધાનમંત્રી મોદીએ સ્થિતિનો મેળવ્યો તાગ : નવી બાંધકામ પરમિશન સ્થગિત : નવી શહેરી વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે : એનટીપીસીના પ્રોજેકટને જવાબદાર ઠેરવી રહ્યાં છે લોકો

- Advertisement -

હિમાલયન શહેર જોશીમઠમાં જમીન ધસી રહ્યાના ઘટનાક્રમે વચ્ચે દોઢ કિ.મી.ના વિસ્તારને આફતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણ ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નિષ્ણાંતોની ભલામણના પગલે સરકારે આ કદમ ઉઠાવ્યો છે. રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે જોશીમઠના જોખમગ્રસ્ત રહેણાંક સંકુલોને ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમાં વસવાટ કરતા પરિવારોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે. જમીન ધસવાની સમસ્યાના લાંબાગાળાના ઉકેલ માટે જીયો ટેકનીકલ અને જીયો ફિઝીકલ અભ્યાસ કરવામાં આવશે જે ક્ષેત્રોની ઇમારતમાં તિરાડ નથી ત્યાં નિર્માણ કાર્ય માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. સમગ્ર ક્ષેત્રનો હાઇડ્રોલોજીકલ અભ્યાસ કરવામાં આવશે.

- Advertisement -

જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવી રહેલા લોકોના પુન:વસવાટ માટે કેટલાક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. પ્રિફેબ્રીકેટેડ મકાનો બનાવવા માટે સરકારી એજન્સીઓને કામે લગાડવામાં આવી છે અને 10મી જાન્યુઆરી સુધીમાં ડિઝાઇન સહિતની માહિતી આપશે. જોશીમઠની ઇમારતોનો અભ્યાસ કરીને કેવા પ્રકારના મકાન બનાવવા તેનો નિર્ણય લેશે.

જોશીમઠમાં જમીન ખસકવાનો અને મકાન ઇમારતોમાં તિરાડ પડવાનો સિલસિલો જારી રહેવાના પગલે મુખ્યમંત્રી ધામીએ નવેસરથી સર્વે કરવાનો આદેશ કર્યો હતો અને નિષ્ણાંતોનો રીપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. જોશીમઠમાં નવી ઇમારતો બનાવવા માટે સેન્ટર બિલ્ડીંગ રીચર્સ ઇન્સ્ટીટયુટની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવશે. સુત્રોએ જણાવ્યું છે કે રાજય સરકારે હૈદ્રાબાદ સ્થિત નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર અને દહેરાદુન સ્થિત ઇન્ડીયન ઇન્સ્ટીયુટ રીમોટ સેન્સીંગને સેટેલાઇટ તસ્વીરો મારફત જોશીમઠ ક્ષેત્રનો અભ્યાસ કરવા અને તસ્વીરો સાથેનો વિસ્તૃત રીપોર્ટ સોંપવાની સૂચના આપી છે.

- Advertisement -

જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાના પુન:વસવાટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. રાહત અભિયાન ઝડપી બનાવવા માટે નિયમોમાં પણ છુટછાટ જારી કરવામાં આવી છે. જોશીમઠમાં જમીન ખસકતી હોવાના ઘટનાક્રમ વચ્ચે હવે બદ્રીનાથ અને કેદારનાથમાં પણ માસ્ટર પ્લાન અંતર્ગતના નિર્માણ કાર્યો રોકી દેવાની માંગ ઉઠવા લાગી છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને રૂબરૂ મળીને બદ્રીનાથ, કેદારનાથના પ્રતિનિધિઓએ માંગણી ઉઠાવી હતી. જોશીમઠમાં જમીન ખસકવાની ઘટનાથી ચિંતિત પ્રતિનિધિઓએ અન્ય ક્ષેત્રોની કામગીરી રોકવા પણ સૂચન કર્યુ હતું. જયોર્તિમઠ આદિગુરૂ શંકરાચાર્યની તપસ્વી ભૂમિ છે અને સનાતન ધર્મની અમૂલ્ય ધરોહર છે ત્યારે તેને બચાવવા માટેના તમામ પ્રયાસો કરવાની માંગ કરવામાં આવી છે. જોશીમઠમાં જમીન ખસવાના ઘટનાક્રમને પગલે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેદાને આવ્યા છે તેઓએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલીફોનિક વાતચીત કરીને સંપૂર્ણ વિગતો મેળવી હતી. પાણીના લીકેજ, ઇમારતોમાં તિરાડો, લોકોનું સ્થળાંતર વૈજ્ઞાનિકોની ટીમના અભિપ્રાય સહિતના મુદ્દે વાકેફ થયા હતા અને કેન્દ્ર તરફથી તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી. વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે.મિશ્રા દ્વારા જોશીમઠની સ્થિતિ વિશે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજવામાં આવી હતી અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોશીમઠ પરના પ્રવર્તમાન ખતરાને લઇને નવી શહેરી વિકાસ યોજના તૈયાર કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. ખતરાને ધ્યાનમાં રાખીને અને વિસ્તૃત અભ્યાસ કરવા માટે 7 એજન્સીઓની ઉચ્ચસ્તરીય કમીટીનું ગઠન કરવામાં આવ્યું છે. ભારતીય ભૂ વૈજ્ઞાનિક સર્વેક્ષણ આઇઆઇટી રૂરકી, વાડીયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલયન, જીયોલોજી નેશનલ ઇન્સ્ટીટયુટ હાઇડ્રોલોજી સહિત 7 એજન્સીઓને કમીટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular