Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમાસ્ક પહેરવા સલાહ ફરજિયાત નહીં, લોકડાઉન પણ નહીં

માસ્ક પહેરવા સલાહ ફરજિયાત નહીં, લોકડાઉન પણ નહીં

પ્રધાનમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ આજે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા રાજયોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે યોજશે બેઠક : 24 કલાકમાં દેશમાં કોરોનાના 164 કેસ નોંધાયા

- Advertisement -

ભારતમાં કોરોનાના વધતા જતા ખતરા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે બપોરે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઠકમાં કોવિડની સ્થિતિ અને તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે કેન્દ્ર સરકાર લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી શકે છે, પરંતુ તેને ફરજિયાત બનાવશે નહીં. દરમ્યાન આગામી ક્રિસમસ, ન્યુયરના તહેવારોને ધ્યાનમાં લઇને સરકાર કોઇ માર્ગદર્શિકા જાહેર કરે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે.

- Advertisement -

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 164 નવા કેસ નોંધાયા છે, જ્યારે 9 લોકોના મોત થયા છે. તેમાંથી 2 મૃત્યુ મહારાષ્ટ્રમાં અને એક મૃત્યુ દિલ્હીમાં થયું છે, બાકીના 6 મૃત્યુ કેરળમાં થયા છે, જે અગાઉના આંકડા છે અને હમણાં જ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 4,46,77,903 થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક 5,31,925 પર પહોંચી ગયો છે. ત્યાં 4,41,30,223 લોકો સાજા થયા છે.

આ પહેલાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડો. અનિલ ગોયલે કહ્યું હતું કે ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર રહેશે નહીં. ઈંખઅ અનુસાર, ભારતના લોકોની રોગપ્રતિકારક શક્તિ ચીન કરતાં વધુ મજબૂત છે. ભારતની 95% વસતિ કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે, તેથી દેશમાં કોઈ લોકડાઉન કરવું પડે એવી સ્થિતિ નહીં આવે. ગુરુવારે બેઠક દરમિયાન પીએમ મોદીએ માસ્ક પહેરવા અને સામાજિક અંતર રાખવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે પરીક્ષણ વધારવા અને કોવિડ નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરાવવા પર ભાર મૂક્યો. મીટિંગ પૂરી થયાના થોડા કલાકો પછી આરોગ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી. આમાં, કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના 2% મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. 24 ડિસેમ્બરથી એને દેશભરનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લાગુ કરવામાં આવશે.

- Advertisement -

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગાઇડલાઇડ

કોરોનાના વધતાં ખતરા સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગઇકાલે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ
(1) ભીડભાડ જગ્યાઓ પર જવાનું ટાળો
(2) બિનજરૂરી પ્રવાસ ટાળવો
(3) લગ્ન પ્રસંગ પણ શક્ય હોય તો ટાળવા
(4) જાહેર સ્થળોએ માસ્ક અચૂક પહેરો
(5) સેનિટાઈઝરનો ઉપયોગ કરો
(6) સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી
(7) સાબુ- પાણી અથવા સેનિટાઇઝર્સથી હાથ ધોવા
(8) આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો
(9) તાવ, ગળામાં દુ:ખાવો, ઉધરસ, ઝાડા વગેરે જેવા લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો
(10) વહેલી તકે બૂસ્ટર ડોઝ સહિત તમારી બાકી રસી લઈ લો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular