જોડિયા તાલુકાના બારાડી ગામે થયેલ મોટરસાઈકલ ચોરીના કેસમાં જોડિયા પોલીસે એક શખ્સને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાઈકલ ચોરીના કેસનો આરોપી મધ્યપ્રદેશમાં હોવાની જોડિયાના પીએસઆઇ આર.ડી. ગોહિલ તથા હેકો કનુભાઈ ઝાટીયા ને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.ડી.ગોહિલ, હેકો કનુભાઈ ઝાટીયા, મેસુરભાઇ શિયાર તથા કુલદિપસિંહ જાડેજા દ્વારા મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાના સોયતકલ્લા ગામેથી આરોપી બંટી દુર્ગાલાલ કેવટને ઝડપી લીધો હતો તેમજ રૂા.20 હજારની કિંમતનો એપલ કંપનીનો આઈફોન તથા રૂા.30 હજારની કિંમતનું જીજે-03-જેજી-6328 નંબરનું હોન્ડા કંપનીનું મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું. આ મોટરસાઈકલ રાજસ્થાનના અંતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ હોય, તેનો કબ્જો લેવા આગળની તજવીજ હાથ ધરી હતી.