જામનગર મહાનગરપાલિકામાં શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શરુ કરવામાં આવેલ ઝુંબેશ અંતર્ગત વધુ 31 ઢોરોને શહેરના પવન ચક્કી, કિશન ચોક, નાનક્પુરી, હર્ષદમીલ ચાલી, ગ્રીનસીટી, બેડી રોડ, શરૂ સેક્શન રોડ, રણજીત નગર વિગેરે વિસ્તારોમાંથી પકડવામાં આવ્યાં હતાં તેમજ ચાલુ વર્ષે કુલ 2549 જેટલા ઢોરોને પકડી જુદાજુદા ઢોર ડબા ખાતે રાખવામાં આવેલ છે. આ તમામ ઢોરોનું લમ્પી સ્કીન ડીસીઝ વાઇરસ વેક્સિનેસન તથા ઈયર ટેગિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હોય, ટૂંક સમયમાં અમદાવાદ સ્થિત ગોપાલ કૃષ્ણ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, પાંજરાપોળ ખાતે મોકલવામાં આવનાર છે.