Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર : વિધાનસભાની પાંચ બેઠકો માટે અધિકારી-કર્મચારી ફરજ પર જવા રવાના -...

જામનગર : વિધાનસભાની પાંચ બેઠકો માટે અધિકારી-કર્મચારી ફરજ પર જવા રવાના – VIDEO

- Advertisement -

જામનગર : વિધાનસભાની પાંચ બેઠકો માટે અધિકારી-કર્મચારી ફરજ પર જવા રવાના

- Advertisement -

કાલે મતદાન
હાલારની 7 સહિત પ્રથમ તબકકાની 89 બેઠક માટે સવારે 8 વાગ્યાથી મતદાનનો થશે પ્રારંભ : 70 મહિલાઓ સહિત કુલ 718 દાવેદારો 2.39 કરોડથી વધુ મતદારો કરશે મતદાન : 25,430 મત કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા : ઉમેદવારો માટે આજની રાત કતલની રાત

- Advertisement -

હાલારની 7 બેઠકો સહિત પ્રથમ તબકકાની 89 બેઠકો માટે આવતીકાલે ગુરૂવારે યોજાનારા મતદાનનો તખ્તો ગોઠવાઇ ગયો છે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણી ફરજ બજાવનારા સ્ટાફને ઇવીએમ સહિતની સાધન સામગ્રી સાથે તેમના ગંતવ્ય સ્થાને રવાના કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે જામનગરમાં ડીસીસી હાઇસ્કુલથી કર્મચારીઓને સંપૂર્ણ માર્ગદર્શન સાથે બસમાં રવાના કરવામાં આવ્યા હતા. જયારે દ્વારકા જિલ્લાની બે બેઠક માટે જિલ્લા મથક ખંભાળિયાથી કર્મચારીઓ રવાના થયા હતા. આદર્શ મતદાન મથક સહિતની તમામ વ્યવસ્થા ગોઠવી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સૌરભ પારઘી તથા એસપી પ્રેમસુખ ડેલુએ મતદાન માટેની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું. જયારે ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.

ગુજરાતમાં આવતીકાલે 19 જિલ્લાની 89 બેઠકો માટે મતદાન થશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર – કચ્છ – દ.ગુજરાતની આ બેઠકો માટે સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થઇ શકશે. 70 મહિલાઓ સહિત 718 ઉમેદવારોનું રાજકીય ભાવિ 2,39,76,670 મતદારો ઇવીએમમાં કેદ કરશે. પ્રથમ તબક્કાના મતદાન માટે 25430 મતકેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. મતદાન ન્યાયીઢબે અને શાંતિપૂર્વક થાય તે માટે સર્વત્ર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લગભગ તમામ બેઠકો ઉપર ત્રિકોણીય મુકાબલો હોઇ ચૂંટણી રસપ્રદ બની છે. આજે કતલની રાત છે. રાજકીય પક્ષો આવતીકાલની ‘રણનીતિ’ આજે રાતભર તૈયાર કરી પોતાની તરફ મતદાન થાય એ માટે ભરપૂર પ્રયાસો કરશે.

- Advertisement -

પ્રથમ ચરણમાં 89 મતક્ષેત્રોમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યે જાહેર પ્રચાર પર પ્રતિબંધ અમલમાં આવ્યા બાદ હવે રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેમના રણનીતિકારોએ 1લી ડિસેમ્બરને ગુરૂવારે સવારે 8થી સાંજના પાંચ કલાક દરમિયાન પોતાની તરફેણમાં વધુને વધુ મતદાન કરાવવા એડીચોટીનું જોર અજમાવવાનું શરૂ કર્યુ છે. બુધવારે કતલની રાત સુધીમાં અનેક અપક્ષો, આગેવાનો, મહોલ્લા, ગામો, સમાજ- સંસ્થાઓને પોતાની તરફેણમાં મતદાનની અપીલો કરવવા છેલ્લીઘડીના પ્રયાસો શરૂ થયા છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા પહેલા અને ત્યારબાદ ડિસેમ્બરમાં ઠંડી, ટૂંકો દિવસ તેમજ લગ્નસરાની સિઝન જેવા અનેક કારણોને આગળ ધરી મતદાનનો સમય વધારવા રજૂઆત થઈ હતી. જો કે, ECIએ આ રજૂઆતને ગ્રાહ્ય રાખી નથી. આથી, પ્રથમ ચરણમાં 1લી ડિસેબરને ગુરૂવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના 19 જિલ્લામાં 89 મતક્ષેત્રો માટે સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. અલબત્ત 14,382 સ્થળોએ આવેલા 25,430 મતદાન મથકોમાં સાંજે પાંચ વાગ્યા સુધી જે મતદાર લાઈનમાં હશે તેમને મતાધિકારનો ઉપયોગ કરવાની તક ઉપલબ્ધ થશે. 89 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, BSP, BTP, AAP, SP સહિતના 39 રાજકીય પક્ષોના 788 ઉમેદવારો ચૂંટણીમાં છે. ECIએ મૂક્ત ન્યાયી અને પારદર્શક ચૂંટણી સંચાલન માટે મતદાન મથકોમાં 34,324માં ઊટખ સાથે જ VVPAT અને કુલ મતદાન મથકોના 50 ટકા લેખે 12,715 મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કર્યુ છે.

ECIએ સુરત સહિતના દક્ષિણ ગુજરાત, રાજકોટ, જામનગર, મોરબી સહિતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં આવેલા ઉદ્યોગ- ધંધાના કામદારોને 1લી ડિસેમ્બરને ગુરૂવારે સવેતન રજા આપવા સુચના આપી છે. આ તરફ લગ્નગાળો અને ચૂંટણીમાં ઉત્સાહના અભાવને તોડી મતદારોને પોતાની તરફેણમાં મતદાન તરફ વાળવા ઉમેદવારો, તેમના સમર્થકોએ જેટ વિમાનની ગતિએ સમજાવટના પ્રયાસો આદર્યા છે.

ECIના ગુજરાત સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી- CEO પી.ભારતીએ કહ્યુ કે, મંગળવારે સાંજે પાંચ વાગ્યે જાહેરમાં પ્રચાર પડધમ શાંત થયા બાદ મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધીના 48 કલાક દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો મીડિયા અને સોશિયલ મીડિયા પણ ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. આ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે.

પહેલા ચરણમાં 89 પૈકી 87 મતક્ષેત્રોમાં એક બેલેટ EVM મતદાન લેવાશે. જયારે પુલ તુટવાની જયાં ઘટના ઘટી હતી તે 65- મોરબી વિધાનસભા ક્ષેત્રમાં 17 ઉમેદવારો હોવાથી બે ઊટખ મુકાશે. સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી કુલ 3 EVM મુકાશે. આમ, આ બંને ક્ષેત્રોમાં રાજકીય પક્ષો કરતા સૌથી વધુ અપક્ષો ચુંટણીમાં છે. પ્રથમ ચરણની ચૂંટણીમાં રિર્ઝવ સહિતના કુલ 34,324 બેલેટ યુનિટ અને એટલા જ કાઉન્ટિંગ યુનિટી- CU જયારે 38,749ને તૈયાર કરવામાં આવ્યા છે.

1લી ડિસેમ્બરે વિધાનસભાચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને કોઈ અનિચ્છનિય બનાવ વિના પૂર્ણ થાય તે માટે પોલીસ અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ, એસઆરપી જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મતદાનના દિવસે પોલીસ બેડાના અધિકારીઓ, સીએપીએફની કંપની, એસઆરપીની ટૂંકડી ઉપરાંત સાડા ચાર હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળી લોકશાહીના મહાપર્વને નિર્વઘ્ને પાર પાડશે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular