માલ્યા અને નિરવ મોદી જેવા મોટા માથાઓ બેંકોને કરોડો-અબજોનો ચૂનો લગાવી ગયા છે ત્યારે નાના માણસો જ વધુ એક વખત પ્રામાણિક સાબિત થયા છે. મુદ્રા લોન અંતર્ગત નાના માણસોએ લીધેલી લોન પ્રામાણિકતાથી બેંકોને પરત કરી છે. મુદ્રા લોનનું એનપીએ સૌથી ઓછું નોંધાયું છે.
મુદ્રા યોજના હેઠળ બેંકો પાસેથી લોન લીધેલા નાના વેપારીઓએ સમયસર બેંકોને પૈસા પરત કરવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ યોજના સાત વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને આ અંતર્ગત નાના વેપારીઓને લોન આપવામાં આવતી હતી. કોવિડ-19 રોગચાળાની સૌથી વધુ અસર નાના વેપારીઓ પર પડી હતી, પરંતુ તેમ છતાં તેઓએ લોનના હપ્તા ચૂકવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. આનું પરિણામ એ છે કે મુદ્રા યોજનાની એનપીએ સૌથી ઓછી છે. છેલ્લા સાત વર્ષમાં આ માત્ર 3.3 ટકા છે.
તમામ બેંકો (જાહેર, ખાનગી, વિદેશી, રાજ્ય સહકારી, પ્રાદેશિક ગ્રામીણ અને નાના ફાઇનાન્સ) માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ગઙઅ 8 એપ્રિલ 2015 ના રોજ મુદ્રા યોજનાની શરૂઆતથી 30 જૂન, 2022 સુધીમાં વધીને 46,053.39 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન મુદ્રા યોજના હેઠળ કુલ 13.64 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. જો તમે જુઓ તો ગઙઅ માત્ર 3.38 ટકા છે. આ સમગ્ર બેન્કિંગ સેક્ટરનો લગભગ અડધો હિસ્સો છે. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા વર્ષ માટે અમીરની એનપીએ 5.97 ટકા હતી.
છેલ્લા છ વર્ષમાં બેન્કિંગ સેક્ટરની ગ્રોસ એનપીએ 2021પ્ર22ની સરખામણીએ ઘણી વધારે હતી. તે 2020પ્ર21માં 7.3 ટકા, 2019પ્ર20માં 8.2 ટકા, 2018પ્ર19માં 9.1 ટકા, 2017પ્ર18માં 11.2 ટકા અને 2016પ્ર17માં 9.3 ટકા અને 51પ્ર16માં 7.5 ટકા હતો. ત્રણ શ્રેણીઓમાં, શિશુ લોન (રૂ.50,000 સુધી) સૌથી ઓછી 2.25 ટકા અને કિશોર લોન (રૂ.50,001 થી રૂ. 5 લાખ) સૌથી વધુ 4.49 ટકા હતી. જ્યારે તરૂણ લોન (રૂ.5 લાખથી રૂ.10 લાખ) માટે એનપીએ 2.29 ટકા હતી.
તમને જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં બેંકોએ એક લાખ કરોડની લોન રાઈટ ઓફ કરી છે. બિનપ્રકોર્પોરેટ, બિનપ્રકળષિ, નાના અને સૂક્ષ્મ સાહસોને રૂ. 10 લાખ સુધીની લોન આપવા માટે 8 એપ્રિલ 2015 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી (મુદ્રા) શરૂ કરવામાં આવી હતી. તેને પ્રધાનમંત્રી મુદ્રા યોજના કહેવામાં આવે છે અને ત્રણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે. રૂ.50,000 સુધીની શિશુ લોન, રૂ.50,001થી રૂ.5 લાખ સુધીની કિશોર લોન અને રૂ.5 લાખથી રૂ.10 લાખ સુધીની તરૂણ લોન, મુદ્રાલોનને કોઈ કોલેટરલની જરૂર પડતી નથી અને તેથી તેને ખૂબ જોખમી માનવામાં આવતું હતું.