Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર દક્ષિણ 79- વિધાનસભા વિસ્તારના ભાજપના વોર્ડ નં.10ના ચૂંટણી કાર્યાલયનો કોઠારી સ્વામી...

જામનગર દક્ષિણ 79- વિધાનસભા વિસ્તારના ભાજપના વોર્ડ નં.10ના ચૂંટણી કાર્યાલયનો કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજ તેમજ પૂર્વકેબિનેટ મંત્રી આર સી ફળદુના હસ્તે પ્રારંભ

નગરના મેયર-પૂર્વ મંત્રી-પૂર્વ શહેર પ્રમુખ તેમજ શહેરના મહામંત્રી-ચૂંટણી ઇન્ચાર્જની વિશેષ ઉપસ્થિતિ

- Advertisement -

જામનગર દક્ષિણ 79- વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત અને સદાય કાર્યશીલ રહેતા એવા ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીના ચૂંટણી પ્રચાર અર્થે વોર્ડ નંબર 10 માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિર બેડીગેઇટના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી આર.સી. ફળદુ ના હસ્તે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ વેળાએ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી શ્રી પરમાણંદભાઈ ખટ્ટર, નગરના મેયર બીનાબેન કોઠારી, શહેરના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, શહેરના મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી વિજયસિંહ જેઠવા, શ્રી મેરામણભાઇ ભાટુ, 79- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, સહ ઇન્ચાર્જ નિલેશભાઈ કગથરા, મનીષભાઈ કનખરા, તેમજ કમલેશભાઈ સોઢા, પૂર્વ મેયર શ્રી હસમુખભાઈ જેઠવા, શ્રી સનતભાઈ મહેતા, પૂર્વ કોર્પોરેટર નવીનભાઈ લાખાણી, શશીભાઈ પૂંજાણી, શહેર ભાજપના આગ્રણી મનહરભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં ગરમબી ચોકમાં બુધવારે સાંજે 8.00 વાગ્યે વોર્ડ નંબર 10 ના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ થયો હતો, ત્યારે કાર્યાલયના પ્રારંભે શુભ લક્ષ્મી મિત્ર મંડળ વાળા મનોજભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા ભવ્ય આતશબાજી કરાઈ હતી, જયારે બધાને મીઠા મોઢા કરાવાયા હતા, અને મહેમાનોને હારતોરા કરાયા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા પીન્ટુભાઇ નાનાણી એ સંભાળી હતી.

- Advertisement -

79- વિધાનસભા વિસ્તારમાં ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી અને અન્ય મહેમાનોનું સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા, આશાબેન રાઠોડ, પાર્થભાઈ જેઠવા, અને મુકેશભાઈ માતંગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નંબર 10 ના પ્રમુખ રાજુભાઈ નાનાણી, વોર્ડના મહામંત્રી કૈલાશભાઈ જેઠવા અને દિનેશભાઈ ચૌહાણ તેમજ ચૂંટણી ઇન્ચાર્જ નટુભાઈ રાઠોડ (સાઈનાથ), વગેરે પણ સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આર.સી. ફળદુ તેમજ પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચાએ વોર્ડ નંબર 10 ના તમામ ભાજપના કાર્યકરો તથા વોર્ડના પ્રબુદ્ધ નાગરિકો ને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કમળને મત આપી ભાજપના 79- વિધાનસભા વિસ્તારના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીને બહુમતીથી ચુંટી કાઢવા અપીલ કરી હતી. ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીએ પણ સર્વે હોદ્દેદારો- કાર્યકરો વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો, અને અવશ્ય મતદાન કરવા માટે અને ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular