Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયબેન્કોએ લોન મોંઘી કરી પણ થાપણ દર ન વધાર્યાં

બેન્કોએ લોન મોંઘી કરી પણ થાપણ દર ન વધાર્યાં

- Advertisement -

રિઝર્વ બેન્ક દ્વારા ફુગાવાને કાબુમાં લેવા માટે વ્યાજદરમાં થઈ રહેલા સતત વધારાના કારણે લોન ધારકો માટે મુશ્કેલી વધી રહી છે અને ખાસ કરીને નાના લોન ધારકોને તેમના બજેટમાં વધુ રકમના માલિક હતા તથા તે વધુ લાંબા સમય સુધી ચુકવવાની મજબૂરી બની છે તો બીજી તરફ ફુગાવો વધતા રૂપિયાનું વાસ્તવિક ખરીદ મુલ્ય ઘટી ગયુ છે અને તેની બેન્ક થાપણો પરના વ્યાજદરમાં ભાગ્યે જ કોઈ વધારો થતા બેન્કના થાપણદારોને ‘નેગેટીવ’ વળતરની પણ શકયતા થઈ છે. રીઝર્વ બેન્કે મે માસમાં પ્રથમ વખત રેપોરેટમાં વધારો કર્યો તે બાદ અત્યાર સુધીમાં 1.90% વ્યાજદર વધાર્યુ છે અને તેની સાથે જ બેન્કોએ તેના ધિરાણ દરમાં પણ તબકકાવાર વધારો શરૂ કર્યો છે અને તેથી પાંચ માસમાં લોન લેનાર ગ્રાહકોને જે સરેરાશ 6.5% વ્યાજ ભરવું પડતું હતું તે 8%થી વધી ગઈ છે. આમ ધિરાણ 2% મોંઘુ થયુ છે પણ બેન્ક થાપણો પરના વ્યાજદરમાં 50થી100 બેઝીક પોઈન્ટનોજ વધારો થતા બેન્કના થાપણદારોને ફુગાવાની સરખામણીમાં ‘નેગેટીવ’ રીટર્ન મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular