જામનગર શહેરના વસંતવાટીકા પાસે રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારીએ તેના પાર્કિંગમાં પાર્ક કરેલા એકસેસ મોટરસાઈકલમાંથી અજાણ્યો તસ્કર રૂા.2,27,000 ની રોકડ રકમની થેલી ચોરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગરમાં વસંતવાટીકામાં આવેલા રિધ્ધી-સિધ્ધી એપાર્ટમેન્ટમાં બ્લોક નં.ઈ-303 માં રહેતાં અનિલભાઈ લક્ષ્મણભાઈ હકાણી નામના વેપારી યુવાને તેના પાર્કિંગમાં પાર્ક કરેલા જીજે-10-સીપી-5341 નંબરના એકસેસ મોટરસાઈકલમાંથી બુધવારે રાત્રિના 10:15 થી 11 વાગ્યા સુધીના 4 મિનિટના સમય દરમિયાન અજાણ્યો તસ્કર બાઈકની ડેકી ખોલી તેમાં થેલીમાં રાખેલ રૂા.2,27,000 ની રોકડ રકમ ચોરી કરી ગયો હતો. આ અંગેની જાણ કરાતા પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે વેપારીના નિવેદનના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.