Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની ફૂડ શાખા દ્વારા 60 કિલો મનચ્યુરિયન તથા 35 કિલો પેંડા વાસી...

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા 60 કિલો મનચ્યુરિયન તથા 35 કિલો પેંડા વાસી જણાતા નાશ કરાયો

બે પેઢીમાં બીજી વખત અખાદ્ય સામગ્રી મળી આવતા ફુડ લાયસન્સ સસ્પેન્સ કરવાની ચેતવણી નોટીસ અપાઈ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાઇનીઝ રેસ્ટોરન્ટ તથા રેકડીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 60 કિલો જેટલા મનચ્યુરિયન વાસી જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 35 કિલો પેંડાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 12 જેટલા મીઠાઈ ફરસાણના નમૂના લઇ ચેકીંગ હાથ ધરી મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ ફૂડ શાખા દ્વારા 35 જેટલી પેઢીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નાગનાથ ગેઈટ, વિકટોરિયા પુલ, ગુલાબનગર પહેલો ઢાળિયો, જી. જી. હોસ્પિટલ રોડ, ગે્રઇન માર્કેટ, શેઠ ભગવાનદાસ રોડ, જનતા ફાટક, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ સહિતના સ્થળોએ ચેકીંગ હાથ ધરી વિવિધ પેઢીઓને સાફ સફાઈ રાખવા અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી.

તેમજ નાગનાથ ગેઇટ, વિકટોરીયા પુલ પાસે આવેલ જય ભોલે રેસ્ટોરન્ટમાંથી રી ઈન્સ્પેકશન દરમિયાન 40 કિલો જેટલા મનચ્યુરિયન અખાદ્ય જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ જયદીપભાઈ જાંબુવાળાને ત્યાં પણ રી ઈન્સ્પેકશન દરમિયાન 35 કિલો માવાના પેંડા અનહાઈજેનિક ક્ધડીશનમાં જણાતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જો હવે ક્ધડીશન સુધારવામાં નહીં આવે તો ફૂડ લાયસન્સ સસ્પેન્સ કરવા અંગે બન્ને પેઢીને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજપાર્ક વિસ્તારમાં આવેલ રજવાડી ચાઇનીઝમાંથી ત્રણ કિલો વાસી મનચ્યુુરિયન ગુલાબનગર વિસ્તારમાં આવેલ કિરણ ચાઇનીઝમાંથી આઠ કિલો વાસી મનચ્યુુરિયન, અકસ ફાસ્ટફૂડમાંથી બે કિલો વાસી મનચ્યુુરિયન, એક કિલો ડે્રગન પોટેટો તથા એક કિલો નુડલ્સ અને વહી ગજાનંદ ફાસ્ટફૂડમાંથી 5 કિલો વાસી મનચ્યુુરિયનનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

દશેરાના તહેવારને અનુલક્ષીને શહેરના શેઠ ભગવાનદાસ રોડ, જોલી બંગલો, જનતા ફાટક, રણજીતનગર, હીરજી મિસ્ત્રી રોડ, 58 દિગ્વીજય પ્લોટ, નાનકપુરી, પટેલ કોલોની, જી. જી. હોસ્પિટલ સામે સહિતના વિસ્તારોમાંથી 12 જેટલા મીઠાઈ ફરસાણ (ફાફડા-જલેબી)ના નમૂના લઇ પરીક્ષણ માટે વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular