Monday, December 23, 2024
Homeરાજ્યજીવનમાં જોયા કરો, જતુ કરો અને થોડુ જાતે કરોની ધીરગુરૂદેવની શીખ

જીવનમાં જોયા કરો, જતુ કરો અને થોડુ જાતે કરોની ધીરગુરૂદેવની શીખ

‘ખબર ગુજરાત’ના તંત્રી નિલેશ ઉદાણીનું સન્માન

- Advertisement -

જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં નોખો-અનોખો જૈન ધર્મની ઉગ્ર તપસ્યાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોતિબેન કરમુરને 42મો અને સુનિતાબેન ભોગાયતાને 27મો ઉપવાસ છે.

- Advertisement -

તાજેતરમાં જામનગરના ‘ખબર ગુજરાત’ દૈનિકના તંત્રી નિલેશ ઉદાણી તેમજ ભાજપના મહામંત્રી મેરામણ ભાટુ, હાલારી મહાજન સમાજના પ્રમુખ રિતેશ ધનાણી, કે.ડી. શેઠના ટ્રસ્ટીઓ વગેરેનું સન્માન કરાયું હતું.

- Advertisement -


ધર્મસભાને સંબોધતા ગુરુદેવે જણાવેલ કે, જીવનની સફળતા માટે જોયા કરો, જતુ કરો અને થોડુ જાતે કરવાની ભાવના કેળવવી જરુરી છે. ખંભાળિયા, ધ્રોલ, પોરબંદર, ઘાટકોપર, વાલકેશ્ર્વર, રાજકોટ, જામનગર વગેરે ગામના ભાવિકો પધારતા ઉમંગ છવાયો હતો. ડો. હર્ષદભાઇ અને ચેતનાબેન સંઘવી પ્રેરીત રવિવારીય સંસ્કાર શિબિરમાં 125 આસપાસ બાલક-બાલિકાઓ લાભ લઇ રહેલ છે. આ તકે કે.ડી. શેઠ ઉપાશ્રયના અજયભાઇ શેઠ, હિતેશભાઇ ખજુરીયા, રાજુભાઇ શાહ તથા નિર્મલભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. જશાપર ચાર્તુમાસ બિરાજીત પરમ શ્રધ્ધયે પ.પૂ. ધિરજમુનિ મહારાજ સાહેબ તેમજ પ.પૂ. ગુણિબાઇ સ્વામી આદિ ઠાણા-4એ રામાયણ ઉપર પ્રવચન આપ્યું હતું. તેમજ ‘ખબર ગુજરાત’માં જશાપરના સમાચાર આપવા બદલ પ.પૂ. ધીરજમુનિ મ.સા.એ નિલેશભાઇ ઉદાણીનું સન્માન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular