ભાણવડના ચમાર વાસ વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, ગોપાલ સોમા મકવાણા, પ્રકાશ બાબુ પરમાર અને હિરેન દિનેશ સોલંકી નામના ત્રણ શખ્સોને રૂ. 7,100 ના મુદ્દામાલ સાથે જ્યારે તાલુકાના ભોરીયા ગામેથી મોડી રાત્રિના સમયે તીનપત્તીનો જુગાર રમતા આલા હરદાસ સોલંકી, વિનોદ દેવશી કારેણા, પ્રવીણ વેજા સોલંકી, ખીમા સોલંકી, હિરેન રાજા કણેત અને ભોજા ખીમા સોલંકી નામના છ શખ્સોને રૂા.5,220 ના મુદ્દામાલ સાથે ઉપરાંત કૃષ્ણગઢ ગામેથી કાના મેપા સોલંકી, જયેશ ગોકળ કોળી, હમીર આલા ધ્રાંગુ અને જેતા રણમલ સોલંકી નામના ચાર શખ્સોને રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.