જિલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામ ખાતે રૂા. 3116 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્ષલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપના ખાતમુહર્ત પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ધ્રોલ હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
જ્યાં તેમનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, કૃષિ વિભાગ અધિક મુખ્ય સચિવ મુકેશભાઈ પૂરી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યા હતા.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ધ્રોલમાં યોજાયેલાં કૃષિલક્ષી કાર્યક્રમમાં સેન્ટર ઓફ એકસલન્સ અને પ્રાઇમ પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. જયારે અહીં યોજાયેલા કૃષિ પરિસંવાદને પણ ખુલ્લો મૂકયો હતો. આજે બપોરે મુખ્યમંત્રી કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધ્રોલ પહોંચી આવ્યા હતા. જામનગર સહિત 4 જગ્યાએ આકાર લેનારા આ એકસલન્સ તેમણે ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં યોજાયેલા કૃષિ પ્રદર્શનનું તેમણે નિરીક્ષણ કરી જુદા-જુદા કૃષિ પ્રોજેકટ અને હોર્ટિકલ્ચર પ્રોજેકટ અંગે જાણકારી મેળવી હતી.
આ કાર્યક્રમમાં તેમની સાથે રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ, જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ડૉ. ઘોડાસરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.


