જામનગરના બેડી વિસ્તારની જન્મ-મરણની નોંધ કોમ્પ્યુટરરાઇઝડ કરવા વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમામદ પલેજા દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, બેડી ગ્રામ પંચાયત વર્ષ 2006થી જામનગર મહાનગરપાલિકામાં ભળી છે. હાલ 2006 બાદની જન્મ-મરણની નોંધ જામનગર મહાનગરપાલિકાથી થાય છે. ત્યારે વર્ષ 2006 પહેલાના જન્મ-મરણની નોંધ જામનગર મહાનગરપાલિકા ખાતે કોમ્પ્યુટરરાઇઝડ થઇ ન હોવાથી આ વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 2006 પહેલા ચોપડા હાલ જર્જરીત હાલતમાં હોય અને ભવિષ્યમાં તે અંગેની નોંધ ફાટી-તૂટી જાય તેમ હોય. બેડી વિસ્તારના લોકોને જન્મ-મરણના સર્ટિફીકેટ માટે હાડમારી ભોગવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય તેમ છે. આથી તાત્કાલિક કોમ્પ્યુટરરાઇઝ દ્વારા કરવા આ પત્ર દ્વારા માગણી કરાઇ છે.