Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયબિહારમાં આરજેડી પર ED-CBIની આફત

બિહારમાં આરજેડી પર ED-CBIની આફત

ચાર નેતાઓના 24 સ્થાનો પર આજે સવારથી દરોડાની આક્રમક કાર્યવાહી : બિહાર વિધાનસભામાં આજે થઇ રહ્યો છે ફલોર ટેસ્ટ

- Advertisement -

કેન્દ્રીય તપાસ એજન્સી એ1 અને 180એ બિહાર અને ઝારખંડમાં દરોડા પાડ્યા છે. છે કે જમીન મામલામાં સીબીઆઈએ પટનામાં આરજેડી એમએલસી સુનીલ સિંહ અને રાજયસભા સાંસદ અશફાક કરીમ પર પણ દરોડા પાડ્યા છે. બિહારમાં આરજેડી નેતા સીબીઆઈના દરોડા અહીં એવા સમયે પડ્યા છે. જયારે વિધાનસભામાં ફલોર ટેસ્ટ થઇ રહ્યો છે. આરજેડી એમએલસી સુનીલ સિંહે કહ્યું કે, આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. તેનો કોઈ અર્થ નથી.

- Advertisement -

તેઓ તપાસ એજન્સીઓનો ઉપયોગ એ વિચારીને કરી રહ્યા છે કે ડરથી ધારાસભ્યો તેમની તરફેણમાં આવશે. આરોપ છે કે લાલુ યાદવ જયારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં તપાસ બાદ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને કેટલાક એવા ઉમેદવારો વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેમને પ્લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં નોકરી આપવામાં આવી હતી.

આ પહેલા મે મહિનામાં સીબીઆઈએ આ મામલામાં લાલુ યાદવ સાથે જોડાયેલા 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહી લગભગ 14 કલાક સુધી ચાલી હતી. આ દરોડા લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં સ્થાનો પર પાડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ કેસમાં જુલાઈમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા લાલુ યાદવના પૂર્વ ઓએસડી ભોલા યાદવની ધરપકડ કરી હતી. આ દરમિયાન સીબીઆઈએ બિહારના પટના અને દરભંગામાં પણ ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે. ભોલાયાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી હતા. તે સમયે લાલુ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. આ સાથે જ રેલવેમાં ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. આરોપ છે કે ભોલા યાદવ આ કૌભાંડનો કથિત કિંગપિન છે.

બીજી તરફ ઈડી પણ સક્રિય થઈ ગઈ છે. એ ઝારખંડ, તમિલનાડુ, બિહાર અને દિલ્હીમાં 24 સ્થળો પર દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખંડણીના મામલામાં ઈડીએ આ દરોડા પાડ્યા છે. આ દરોડા પ્રેમ પ્રકાશ સાથે જોડાયેલા સ્થળો પર પાડવામાં આવી રહ્યા છે. પ્રેમ પ્રકાશના રાજકારણીઓ સાથે મજબૂત સંબંધો હોવાનું કહેવાય છે. ઝારખંડમાં સીએમ હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ બાદ આ દરોડો પાડવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular