રાજ્યના મુખ્યમંત્રી શુક્રવારે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. દ્વારકાના હેલિપેડ ખાતે મહાનુભાવો દ્વારા તેમને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં માર્ગ યાત્રાધામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પુનમબેન માડમ, મુળુભાઇ બેરા, કલેકટર એમ.એ. પંડયા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, અનીલભાઇ તન્ના, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા અને પાર્થ તલસાણીયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
દ્વારકાધીશ મંદિર ખાતે મહાનુભાવો તેમજ સાંસદ પૂનમબેન માડમના હસ્તે મુખ્યમંત્રીને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને મંદિરની પ્રતિકૃતી અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ પૂનમબેન માડમ સાથે પદાધિકારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા.