શ્રાવણ મહિનામાં દેશભરના શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પુજા કરવામાં આવી રહી છે. તો શ્રાવણ મહિનામાં ભક્તો આખો મહિનો ઉપવાસ કરી ભગવાન શિવની પુજા ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે ત્યારે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે જામનગરની જેલમાં રહેલા 100 જેટલાં કેદીઓ શ્રાવણનો ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે જામનગરની સંસ્થા જલારામ બાપા સેવા ટ્રસ્ટ અને વનિતાબેન વિશ્ર્વનાથ ત્રિવેદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેલમાં કેદી ભાઈઓ માટે ફરાળનું વિતરણ કરવમાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા શ્રાવણ મહિનાના દર સોમવારે જેલમાં ફરાળ વિતરણ કરવામાં આવતા કેદીઓ ખુશ થયા હતા.