દરમિયાન રાઘવજી પટેલની બેઠક ચાલી રહી હતી ત્યારે કૈલાસ ગોહિલ નામની વ્યક્તિએ મંત્રીને મળવાની બાબતને લઇને બબાલ મચાવી હતી. ફરજ પરના સિક્યોરીટી સ્ટાફે તેમને બેઠક રૂમમાં પ્રવેશતાં અટકાવ્યા હતાં. કૈલાસ ગોહિલે તેમના કોઇ પ્રશ્ન અંગે બે મહિનાથી ઉકેલ આવતો ન હોય, કૃષિમંત્રીને રૂબરૂ મળવાનો દુરાગ્રહ રાખ્યો હતો. આ દરમિયાન જામ્યુકોના સિક્યોરીટી સ્ટાફ તેમજ અધિકારી રાજભા ચાવડા સાથે પણ તેમણે રગઝગ કરી હતી.