મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી પકડાયેલા ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા જોડિયા ગામના આરોપીઓના રહેણાંકે જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પૂછપરછ દરમ્યાન વિજ ચોરી કરાતી હોવાની આશંકાએ પીજીવીસીએલ કંપની દ્વારા વીજચોરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દરિયાય કાંઠા વિસ્તારના નિરીક્ષણ દરમિયાન મોરબી જિલ્લાના જીજુડા ગામેથી ગુજરાત ATS દ્વારા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાવાના પ્રકરણમાં ઝડપાયેલા પૈકીના બે આરોપી જોડિયા ટાઉન વિસ્તારના હોય અને એક ફરાર આરોપી ઈશા હુશેન રાવ (રહે.જોડિયા મોટાવાસ) નો હોવાથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા એસઓજી પો.ઇન્સ. આર. વી.વીંછી, જોડિયા પીએસઆઈ કે.આર સીસોદીયા તથા ટીમ દ્વારા સંયુક્ત રીતે જોડિયામાં ફરાર આરોપી ઈશા હુશેન રાવ તથા મુખ્તાર ઉર્ફે જબ્બાર નૂરમામદ રાવના રહેણાંક મકાને પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાથે ઉપરોક્ત ટીમ સાથે પૂછપરછ માટે જતા ફરારી આરોપી ઈશા હેશન રાવના ઘરે હાજર ન હતો પરંતુ બંનેના રહેણાંકના આધાર માંગતા વીજળીનું લાઈટ બિલ રજૂ કરેલ જેથી લાઈટ બીલમાં બીલની રકમ નજીવી દર્શાવેલ હતી અને મકાન મોટું હતું. જેથી પ્રમાણમાં લાઈટ બિલ ખૂબ ઓછું હોવાથી વીજ ચોરીની શંકા જતા PGVCL કંપનીના અધિકારીઓનો સંપર્ક કરીબંનેના મકાનમાં તપાસ કરાવતા મીટરમાં ટેમ્પરીગ કરી વીજ ચોરી કરતા હોવાનું સામે આવતા PGVCL કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના ઘરનું વીજ જોડાણ કાપી નાખેલ છે. આ કામગીરી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનાઓના રૂબરૂ SOGઇન્ચા પી.આઈ. આર. વી.વીંછી તથા જોડિયા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.જી.જી.જાડેજા તથા વી.વી.બકુત્રા વી.સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી


