Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયખેડૂતોની આવકમાં સરેરાશ 1.3 થી 1.7 ગણો વધારો

ખેડૂતોની આવકમાં સરેરાશ 1.3 થી 1.7 ગણો વધારો

2018-22 દરમ્યાન ખેડૂતોની આવક વધી : અનાજની નિકાસ વધીને પ0 બિલિયન ડોલર થઇ

- Advertisement -

નાણાકીય વર્ષ 2017-18ના સ્તરથી નાણાકીય વર્ષ 2021-22માં ખેડૂતોની આવક સરેરાશ 1.3 થી 1.7 ગણી વધી છે. જ્યારે અનાજની નિકાસ વધીને 50 બિલિયન યુએસ ડોલરથી વધુ થઈ ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (51)ના સંશોધન અહેવાલમાંથી આ માહિતી મળી છે. કેટલાક રાજ્યોમાં, અમુક પાકો (જેમ કે મહારાષ્ટ્રમાં સોયાબીન અને કર્ણાટકમાં કપાસ) માટે ખેડૂતોની આવક નાણાકીય વર્ષ 2017-18ના સ્તર કરતાં નાણાકીય વર્ષ 2021-22માં બમણીથી વધુ થઈ છે. જ્યારે અન્ય તમામ કેસોમાં તે 1.3-1.7 ગણી રેન્જમાં વધ્યો છે.

- Advertisement -

એસબીઆઈના ચીફ ઈકોનોમિસ્ટ સૌમ્ય કાંતિ ઘોષે રવિવારે એક વિગતવાર અહેવાલમાં જણાવ્યું હતું કે રોકડિયા પાકોમાં રોકાયેલા ખેડૂતોની આવક બિન-રોકડી પાકો ઉગાડતા ખેડૂતો કરતાં વધુ વધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે કુલ ઘરેલું ઉત્પાદનમાં કળષિનો હિસ્સો 14.2 ટકાથી વધીને 18.8 ટકા થયો છે. અહેવાલ મુજબ, આ વધારો રોગચાળાના ઘાતક બીજા તરંગને કારણે અર્થતંત્રમાં ઔદ્યોગિક અને સેવાઓના યોગદાનમાં ઘટાડો થવાને કારણે પણ થયો હતો. પરંતુ કાળા મરી, એલચી, લવિંગ અને તજ જેવા મસાલાની સાથે નેચરલ રબરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.

મહારાષ્ટ્ર, રાજસ્થાન, એમપી, યુપી, કર્ણાટક અને ગુજરાત જેવા મુખ્ય કળષિ રાજ્યો પર આધારિત અહેવાલ જણાવે છે કે મોટાભાગના રાજ્યોમાં સંલગ્ન/બિન-ખેતી આવકમાં 1.4 થી 1.8 ગણો નોંધપાત્ર વધારો થયો છે.

- Advertisement -

અહેવાલમાં સરકારને દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ ખેડૂતોને લક્ષ્યાંક બનાવીને રૂ.પ લાખ કરોડના ધિરાણ પ્રમોશન માટે આજીવિકા ક્રેડિટ કાર્ડ અને સર્વગ્રાહી ક્રેડિટ ગેરેંટી ફંડ શરૂ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં કળષિ નિકાસ 750 બિલિયનને વટાવી ગઈ છે. 2014 થી એમએસપીમાં 1.5 થી 2.3 ગણો વધારો થયો છે, જે ખેડૂતો માટે સારા ભાવ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય કળષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રભાઇ સિંહ તોમરે કહ્યું હતું કે દેશમાં કળષિ ક્ષેત્ર અને ખેડૂતો ઝડપથી વિકાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કળષિ સંશોધન પરિષદ (16/12), કળષિ વિજ્ઞાન કેન્દ્રો સહિત તમામના સામૂહિક પ્રયાસોને કારણે અસંખ્ય ખેડૂતો તેમની આવક બમણી કરવામાં સફળ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular