જામનગર જિલ્લાના મેઘપર નજીકથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટાટા 709 વાહનના ચાલકે અજાણ્યા પુરૂષને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ પોલીસે વાહનચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશન નજીકના માર્ગ પરથી પૂરઝડપે બેફીકરાઇથી પસાર થતા જીજે-04-એટી-7603 નંબરના ટાટા 709 ના સવસીંગ મેતિયા પલાસ નામના ચાલકે તેનું વાહન પૂરઝડપે બેફીકરાઈથી ચલાવી બુધવારે સવારના સમયે રોડ પર રહેલા 50 વર્ષના અજાણયા પુરૂષને હડફેટે લઈ ચગદી નાખતા માથામાં તેમજ પેટમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે પુરૂષનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગેની ઈશ્ર્વરભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.