કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ આજથી બે દિવસ સુધી જામનગર જિલ્લાના પ્રવાસે છે. આજે તા.21 ના રોજ તેઓ બપોરે 4 કલાકે કનસુમરા ખાતે રોડ વાઈડનીંગના કામનું ખાતમુહૂર્ત, સાંજે 5 કલાકે મોટા થાવરિયા ખાતે વાસ્મો યોજનાના કામનું ખાતમુહૂર્ત તેમજ સાંજે 6 કલાકે ધુતારપર ખાતે પીરવાળા તળાવના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. આવતીકાલે તા.22જૂનના રોજ કૃષિમંત્રી સવારે 9 કલાકે ગોરધનપર ખાતે જૂનારોડવાળા ચેકડેમના ખાતમુહૂર્ત, સવારે 10 કલાકે જીવાપર ગામે કાંતિ દેવરાજભાઈની વાડી પાસે આવેલ તળાવનું ખાતમુહૂર્ત, સવારે 11 કલાકે બાલંભડી ખાતે ચેકડેમના (સસોઇ નદી) કામના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. બપોરે 1 કલાકે સર્કિટ હાઉસ ખાતે મંત્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.