Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પેટ્રોલ-ડિઝલની કોઇ અછત નથી

જામનગરમાં પેટ્રોલ-ડિઝલની કોઇ અછત નથી

અંડર રિકવરીને કારણે એચપી, બીપી તરફથી ડિઝલમાં થોડી શોર્ટ સપ્લાય છે પણ કોઇ સમસ્યા નથી: ધીમંત ઘેલાણી

- Advertisement -

રાજયમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉભી થયેલી પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછતને કારણે લોકો પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવવા માટે લાઇન લગાવી રહ્યા છે. એટલું જ નહીં અફવા અને ગભરાટના માર્યા લોકો જરૂર કરતાં વધુ પેટ્રોલ પોતાના વાહનમાં સંગ્રહ કરી રહયા છે. ત્યારે જામનગર શહેરમાં પેટ્રોલ કે ડિઝલની આવી કોઇ અછત નહીં હોવાનું જામનગર પેટ્રોલિયમ ડિલર એસોસિએશનના પ્રમુખ ધીમંત ઘેલાણીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જામનગર શહેરના પેટ્રોલ પંપોમાં પર્યાપ્ત માત્રામાં પેટ્રોલ અને ડિઝલનો જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ ઇંધણની અછતની અફવાએ પેનિક થવાની કે સંગ્રહ કરવાની કોઇ આવશ્કયતા નથી.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું કે, ડિઝલમાં અંડર રિકવરીને કારણે એચપીસીએલ અને બીપીસીએલમાં થોડી શોર્ટ સપ્લાય છે. પરંતુ આઇઓસી દ્વારા પૂરતા પ્રમાણમાં ડિઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. જેને કારણે આઇઓસીના તમામ પેટ્રોલ પંપ પર છૂટથી ડિઝલ ઉપલબ્ધ છે. જયારે પેટ્રોલની સપ્લાય અને ઉપલબ્ધતામાં કોઇ સમસ્યા છે જ નહીં તમામ કંપનીઓ પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં સપ્લાય કરી રહી છે. ડિઝલમાં અંડર રિકવરીને કારણે ખોટ ઘટાડવા માટે એચપી, બીપી ડિઝલની ઢીલી સપ્લાય કરી રહી છે. જેને કારણે રાજયમાં આ સ્થિતિ ઉભી થવા પામી છે. પરંતુ જામનગરમાં કોઇ અછત નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર જામનગર એસટી ડેપોની બસો પવનચકકી પેટ્રોલ પંપ પરથી પૂરતા પ્રમાણમાં ડિઝલ આપવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular