દેશમાં છેલ્લા કેટલાય સમથી મોંઘવારી માઝા મુકી રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પ્રજાની પડયા પર પાટા જેવી પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે નવા રાંધણ ગેસના કનેક્શનના ભાવમાં વધારો ઝિંકયો છે. રાંધણ ગેસ સિલેન્ડર સિવાય રેગ્યુલેટરની ડીપોઝીટમાં પણ વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણયનો અમલ આગામી 16મી જૂનથી અમલ થશે. કંપની દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, 14.210 સિલિન્ડર કનેક્શન માટે ડિપોઝિટની રકમ 1450 રૂપિયાથી વધારીને 2200 રૂપિયા અને રેગ્યુલેટરની કિંમત 150 રૂપિયાથી વધારીને 250 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત પ. કેજી સિલિન્ડર કનેક્શન માટે ડિપોઝિટની રકમ 800 રૂપિયાથી વધારીને 1150 રૂપિયા કરવામાં આવી છે.