જામનગરના વોર્ડ નં.6 માં દિગ્જામ સર્કલથી મહાકાલી સર્કલ સુધીના ઓવરબ્રીજને જનતા માટે ખુલ્લો મૂકવા તેમજ આ બ્રીજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર આપવા માંગણી કરવામાં આવી છે.
જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા આનંદ રાઠોડ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, વોર્ડ નં.6 ના પ્રમુખ પરમાર હરેશ સહિતના કોંગે્રસના હોદ્ેદારો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું.