Thursday, December 26, 2024
Homeરાજ્યદ્વારકા એલસીબીએ 1208 નંગ દારૂની બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા

દ્વારકા એલસીબીએ 1208 નંગ દારૂની બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા

ખંભાળિયાના કેશોદથી રૂા.2,90,210ની કિંમતની 464 નંગ અને ભાણવડના નવાગામથી રૂા.2,97,600ની 744 નંગ દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

દ્વારકા જિલ્લામાં બુટલેગરો ઉપર તવાઇ બોલાવી દારૂની રેલમ છેલમ અટકાવવા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની ટીમે સપાટો બોલાવ્યો છે. ગઇકાલે ખંભાળિયાની સ્થાનિક પોલીસે દારૂનો મોટો જથ્થો પકડી પાડયા બાદ દ્વારકા એલસીબીની ટીમે પણ ભાણવડ તાલુકાના નવાગામ તથા ખંભાળિયા તાલુકાના કેશોદ ગામેથી 1200થી વધુ દારૂની બોટલો ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. દ્વારકા એલસીબીએ રૂા.5,87,810ની કિંમતની 1208 નંગ દારૂની બોટલ સાથે 2 શખ્સોને ઝડપી લઇ કુલ 4 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજક ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં દિલિપસંગ મહોબતસંગ કેરએ પોતાની વાડીએ દારૂનો જથ્થો સંતાળી રાખી હેરફેર કરવાની પેરવીમાં હોવાની એલસીબીના એએસઆઇ સજુભા હમીરજી જાડેજા તથા હેકો. જેશલસિંહ ગુલાબસિંહ જાડેજા અને સહદેવસિંહ નાથુભા જાડેજાને મળેલ બાતમીના આધારે રેઇડ કરતાં ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દિલિપસંગ મહોબતસંગ કેરને રૂા.2,90,210ની કિંમતની 464 નંગ દારૂની બોટલના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં જામજોધપુરના પ્રફુલ પટેલના કહવા મુજબ યુનુસ રાવકરડા આ દારૂનો જથ્થો આપી ગયો હોવાનું જણાવતાં એલસીબીએ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.

આ દરમ્યાન ઉપરોકત હકીકતના આધારે એલસીબી સ્ટાફ દ્વારા યુનુસ સુલેમાન રાવકરડાને શોધી તેની પુછપરછ હાથધરી તેને સાથે રાખી ભાણવડ તાલુકાના નવાગામ સીમ વિસ્તારમાં આવેલ ભરતભાઇ વાધેલાના ફાર્મ હાઉસે રેઇડ કરતાં યુનુસ રાવકરડાને રૂા.2,97,600ની કિંમતની 744 નંગ દારૂની બોટલના જથ્થા સાથે ઝડપી લઇ ભાણવડ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બે આરોપીને ધરપકડ કરી ભરત વાધેલા તથા પ્રફુલ પટેલની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના અને એલસીબી પીઆઇ જે.અમે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ.દેવમુરારી, એસ.વી.ગળચર, એફ.બી.ગગનીયા, એએસઆઇ સજુભા જાડેજા, દેવશીભાઇ ગોજીયા, ભરતભાઇ ચાવડા, કેશુભાઇ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, વિપુલભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નરશીભાઇ સોનગરા, હેકો. મસરીભાઇ ભારવાડિયા, અરજણભાઇ મારૂ, બોઘાભાઇ કેશરીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઇ હુણ, લાખાભાઇ પીંડારીયા, હસમુખભાઇ કટારા, પો.કો. ગોવિંદભાઇ કરમૂર, અરજણભાઇ આબલીયા, કેતનભાઇ બડલ, મેહુલભાઇ રાઠોડ, સચીનભાઇ નકુમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular