જામનગર નજીકના હાપા જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાનો વિશ્વ વિક્રમી રોટલો તૈયાર કરવા ઉપરાંત અનેકવિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે. આ સંસ્થાના 25 માં વર્ષની ઉજવણી અંતર્ગત જલારામ સેવા ટ્રસ્ટ તથા દયાબેન પુરુષોત્તમભાઈ રાયઠઠ્ઠા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વધુ એક કાયમી સેવા પ્રકલ્પ માનવ સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય પાસે સર્વોદય સોસાયટી શેરી નંબર -1માં આ માનવ સેવા કેન્દ્ર શરૂ થયું હતું. સેવા કેન્દ્રના ઉદ્ઘાટક તરીકે દાતા અને મેનેજિંગ ટ્રસ્ટી તરુબેન રાયઠઠ્ઠા તેમજ મુખ્ય મહેમાન લોહાણા મહાપરિષદ તેમજ મહિલા અગ્રણી દુર્ગાબેન લાદીવાળા (પોરબંદર) તેમજ અતિથિ વિશેષ તરીકે દયાબેન પુરષોતમભાઇ રાયઠઠ્ા એજ્યુ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા પ્રભુદાસ ખીમજી કોટેચા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભાસ્કરભાઇ કોટેચા, ચિરાગભાઇ દતાણી, ભરતભાઇ મોદી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત જામનગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, લોહાણા સમાજ અગ્રણી મિતેષભાઇ લાલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના પુત્ર જગદીશસિંહ જાડેજા, ધારાસભ્યના પીએ પ્રવિણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ માનવ સેવા કેન્દ્ર વિવિધ તબીબી સહાયક સાધનોનું કેન્દ્ર બની રહેશે. જ્યાં વહીલચેર, વોકર, બેડ, વોટર બેડ વગેરે સાધનો તથા દર્દીઓના સગા-સંબંધીને રહેવા અને જમવાની નિ:શુલ્ક સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. તા. 18ના યોજાયેલ માનવ સેવા કેન્દ્રના લોકાર્પણ બાદ હાપા જલારામ મંદિરના સાનિધ્યમા પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલમાં દાતાનું સન્માન ઉપરાંત શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો અને જલારામ બાપાના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીનાથજીની ઝાંખીમાં બિમલ શાહ, માલા નિમાવત, ભાનુભાઇ પટેલ તેમજ હરેશ વ્યાસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. તેમજ આઠ સમાના દર્શન રાજકોટના ચિરાગ સચદે દ્વારા યોજાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન જલારામ સેવા કેન્દ્ર, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર હાપાના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના પ્રમુખ રમેશભાઈ દત્તાણી, માનદ મંત્રી નવનીતભાઈ સોમૈયા તેમજ સમિતિના સદસ્યઓ કિરીટ ભાઈ દત્તાણી, સુનિલભાઈ તન્ના, રાજુભાઈ ચંદારાણા, અશોકભાઈ ભદ્રા, મુકેશભાઈ લાખાણી, રાજુભાઈ હિંડોચા, ચંદ્રવદન ત્રિવેદી, અને વિજયભાઈ કોટક વગેરે હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.