વીર શહિદ ક્રાંતિકારી મુળુભા માણેકની 154 મી પુણ્યતિથી નિમિતે દર વષૅની જેમ આ વર્ષે પણ સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ દ્રારા ઓખામંડળમાં મહારેલીનું આયોજન કરવમા આવ્યુ હતું. રેલીમાં સમાજનાં પ્રમુખ પબુભા માણેક અને જ્ઞાતિનાં યુવા અગ્રણી સહદેવસિંહ માણેકની આગેવાનીમાં બાઈક અને મોટરકાર દ્રારા યુવાનો મોટી સંખ્યામાં આ રેલીમાં પોતાના પારંપરિક પહેરવેશ પહેરીને જોડાયા હતા. મીઠાપુરથી દ્રારકા સુધીની આ મહારેલી આશાપુરા માઁ નાં મંદિર મીઠાપુરથી ધ્વજારોહણ બાદ શરૂ થઈ દ્રારકા પહોંચી હતી. રસ્તામાં વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્રારા પ્રમુખ પબુભાનું સન્માન કરાયું હતું અને સરબત ઠંડાપીણા વગેરેની સેવા કરાઈ હતી. જય રણછોડનાં નારા સાથે હજારો યુવાનો રેલી દ્વારા દ્રારકા પહોચી દ્રારકાધીશની ધ્વજા ચડાવવા પગપાળા જગતમંદિરે પહોંચ્યા હતા અને મંદિરે નૂતનધ્વજા રોહણ કરાયું હતું.