ફક્ત છ થી સાત મહિનામાં જ દેશમાં ફરીથી વીજળી સંકટ ઉત્પન્ન થવાથી સરકાર ચિંતિત છે. જો કે હવે આ સમસ્યાના ઉકેલ માટે સરકારે ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે. વીજળી સંક્ટના કાયમી ઉકલ માટે અમિત શાહના નેતૃત્ત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં વીજ પ્રધાન આર કે સિંહ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને કોયલા પ્રધાન પ્રહલાદ જોશી ઉપરાંત કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
આ બેઠકમાં વીજળી મંત્રાલયમાં ગેસ અને કોલસાની અછતને કારણે બંધ પડેલા વીજળી સંયત્રોને ફરીથી શરૂ કરવા નવેસરથી વિચારણા કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઉચ્ચ રાજકીય નેતાઓએ નિર્દેશ આપ્યા છે કે દેશની ઔદ્યોગિક પ્રગતિના રસ્તામાં વીજળી સેક્ટરની તરફથી કોઇ સમસ્યા પેદા થવી જોઇએ નહીં.
વીજ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ, 2022માં વાીજળીની વપરાશ રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી.એપ્રિલ, 2022માં દેશમાં 132.98 અબજ યુનિટ વીજળી વપરાઇ છે જે એપ્રિલ, 2021ની સરખામણીમાં 13.6 ટકા વધારે છે.
ઉત્તર પ્રદેશમાં વીજ કાપે લોેકોની સમસ્યા વધારી દીધી છે. ભીષણ ગરમીમાં વીજ કાપને કારણે લોકો હેરાન થઇ ગયા છે. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે સમસ્યા છે. ઉતતર પ્રદેશના ગામોમાં દૈનિક 12 કલાકથી પણ ઓછો વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જો કે ઉત્તર પ્રદેશના વીજળી પ્રધાને સ્થિતિમાં સુધારો થવાની ખાતરી આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ વીજળી પુરવઠો ઉપલબ્ધ બનાવવાની ખાતરી આપી છે. દેશમાં વીજ કટોકટીની સમસ્યા વચ્ચે દિલ્હીના ઉર્જા પ્રધાને સત્યેન્દ્ર જૈને કેન્દ્રીય ઉર્જા પ્રધાન આર કે સિંહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સત્યેન્દ્ર જૈને દિલ્હીને વીજળી આપતી કંપનીઓના વીજળી ઉત્પાદન સંયત્રોમાં કોલસાની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કેન્દ્રીય પ્રધાન આર કે સિંહે આ પત્રનો જવાબ આપતા જણાવ્યું છે કે દિલ્હી સરકાર લોકોને ગેરમાર્ગે દોરવા અને પેનિક ફેલાવવાનું કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું છે કે એનટીપીસીના દાદરી પ્લાન્ટમાં 8.43 દિવસ, ઉંચાહાર પ્લાન્ટમાં 4.60 દિવસ, કહલગાંવ પ્લાન્ટમાં 5.31 દિવસ, ફરક્કા પ્લાન્ટમાં 8.38 દિવસ અને ઝજ્જર પ્લાન્ટમાં 8.02 દિવસનો કોલાસાનો સ્ટોક છે.