Monday, December 23, 2024
HomeUncategorizedરામપર નજીક સ્વીફટ કારે પાછળથી ઠોકર મારતા બાઈકસવાર દંપતી ખંડિત

રામપર નજીક સ્વીફટ કારે પાછળથી ઠોકર મારતા બાઈકસવાર દંપતી ખંડિત

જામનગરથી નાગવદર રામાપીરના પાઠમાં જતાં સમયે અકસ્માત : ઈજાગ્રસ્ત પ્રૌઢાનું અમદાવાદની હોસ્પિટલમાં મોત: પોલીસ દ્વારા કારચાલક વિરૂધ્ધ કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના રામપર ગામના પાટીયા નજીકથી પસાર થતા દંપતીના બાઈકને પાછળથી પૂરઝડપે આવતી સ્વીફટ કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢાનું ગંભીર ઈજા પહોંચતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના વતની અને હાલ જામનગરમાં વુલનમીલ પાસે આવેલા ગાયત્રીનગર શેરી નં.1 માં રહેતાં લખમણભાઈ સામતભાઈ કનારા (ઉ.વ.60) નામના વૃદ્ધ ગત તા.27 માર્ચના રોજ સાંજના સમયે તેમના પત્ની રૂ5ીબેન સાથે તેના જીજે-10-સીકે-7675 નંબરના બાઈક પર જામનગરથી ઉપલેટા તાલુકાના નાગવદર ગામમાં રામાપીરના પાઠમાં જતાં હતાં ત્યારે સમાણા હાઈવે પર લાલપુર તાલુકાના રામપર-વેરાવળ ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-05-સીકે-4055 નંબરની સ્વીફટ કારના ચાલક દાદુભાઈ કાંબરીયાએ તેની કાર પૂરઝડપે બેફીકરાઇથી ચલાવી વૃધ્ધ દંપતીના બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં લખમણભાઈ અને તેમના પત્ની રૂપીબેનને ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્ત રૂપીબેનની હાલત વધુ ગંભીર જણાતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પતિ લખમણભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી. મેઘનાથી તથા સ્ટાફે સ્વિફટ કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular