જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર ગઈકાલે એક ટેન્કર ચાલકે બાઈકચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે. જીવલેણ અકસ્માત નીપજાવી ટેન્કર ચાલક નાશી છુટ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક ચાલક યુવક પેઢલા ચોકડી પાસે જયારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકચાલક યુવાનને કચડ્યો હતો.
#Jetpur #CCTV #accident #Khabargujarat
માત્ર 5 સેકેન્ડમાં યુવકનું મોત , ટેન્કરે 50 ફૂટ સુધી ઢસડયો
જેતપુર-ધોરાજી નેશનલ હાઈવે પર પેઢલા ચોકડી પાસેની ઘટના pic.twitter.com/WAXkXPLnTp
— Khabar Gujarat (@khabargujarat) April 4, 2022
પેઢલા ગામે રહેતો રવજીભાઈ મકવાણા (ઉ.વ.28) નામનો યુવક જયારે પોતાની બાઈક લઇને વાડીએ જતો હતો ત્યારે એકાએક GJ-12-BV-9489 નંબરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લેતા યુવકનું મોત નીપજ્યું હતું.