Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાના કેસમાં ફરીથી ઉછાળો

કોરોનાના કેસમાં ફરીથી ઉછાળો

24 કલાકમાં 1938 નવા કેસ નોંધાયા : 67 લોકોના મોત

- Advertisement -

દેશમાં આજે પણ જીવલેણ કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1938 નવા કેસ નોંધાયા છે અને 67 લોકોના મોત થયા છે. ગઇકાલે કોરોનાના 1178 કેસ નોંધાયા હતા અને 62 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4ક રોડ 30 લાખ 14 હજાર 637 કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગઈકાલે દેશમાં 2531 લોકો સાજા થયા હતા, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 22 427 થઈ ગઈ છે. તો આ મહામારીના લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 672 થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 75 હજાર 588 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે.

- Advertisement -

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 182 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 31 લાખ 81 હજાર 809 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 182 કરોડ 23 લાખ 30 હજાર 356 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 2 કરોડ (2,21,21,816) થી વધુ રસી આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. તો કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular